વાપી: વાપીમાં 11 થી 18 ઓક્ટોબર દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળો અજનનગર પ્લે ગ્રાઉન્ડ, ચળતા, વાપી ખાતે સવારે 11 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.

વાપી મહાનગરપાલિકા દ્વારા ‘વોકલ ફોર લોકલ’ અભિયાન અંતર્ગત સ્વદેશી મેળો-2025નું આયોજન કરાયું છે. આ મેળાનો મુખ્ય હેતુ દિવાળી પહેલા સ્થાનિક લોકોને તમામ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવાનો અને સ્થાનિક વેપારીઓને તેમના ઉત્પાદનો વેચવા માટે એક મંચ પૂરો પાડવાનો છે.

આ સ્વદેશી મેળામાં શોપિંગ, કલા, ફૂડ અને મનોરંજન જેવા વિવિધ આકર્ષણોનો સમાવેશ થાય છે. ‘GST બચત ઉત્સવ’ના ભાગરૂપે આ મેળો સ્થાનિક ઉદ્યોગો અને હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવ્યો છે. આ મેળો સ્થાનિક ઉદ્યોગકારો અને નાગરિકોને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારવા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here