અંકલેશ્વર: અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 5મી ઓક્ટોબરના રોજ રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે યોજાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટેશન પરિસરની સાફ-સફાઈ કરવામાં આવી.
પર્યાવરણના જતન અને સંરક્ષણના હેતુસર વૃક્ષારોપણ પણ કરાયું હતું.આ કાર્યક્રમમાં રોટરી ક્લબના સભ્યો અને રેલવેના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

