અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સુરત તરફ જતી લેનમાં લગભગ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે, જેના કારણે મોડી રાતથી જ અનેક વાહનચાલકો અટવાયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પરના માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે. આ તૂટેલા રસ્તાઓને લીધે વાહનોની ગતિ ધીમી પડી રહી છે, જેના પરિણામે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.

આ ટ્રાફિકજામના કારણે વાહનચાલકોનો ઇંધણ અને સમય બંનેનો મોટા પાયે વ્યય થાય છે. વારંવાર સર્જાતી આ સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેઓ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે માર્ગોનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here