ધરમપુર: ગતરોજ ધરમપુરના સિદુમ્બર, પીંડાવળ, પીપરોળ, પિરમાળ, પાંગરબારી, રાનવેરી, ભાનવળ, વાઘવળ, ઉલસપિંડી, નાની અને મોટી કોસબાડી ના 1500+ બાળકોને સ્કૂલ કિટ અને પ્રસાદ વિતરણ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,
આ કાર્યક્રમ ‘શિક્ષા અને સંસ્કાર’ નામે લોકલ એનજી ‘બાળકોની ભવિષ્ય બનાવો’ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષણને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડીને બાળકોને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ હતો. શરૂઆતમાં શાળાના પ્રાર્થના સભામાં બાળકોને પુસ્તકો, પેન્સિલ, નોટબુક વગેરે શિક્ષણ કીટ આપવામાં આવી હતી. બાદમાં બાળકોને પ્રસાદ વિતરણ દરમિયાન બાળકોને ‘જ્ઞાન અને ભક્તિનું જોડાણ જીવનની સાચી શક્તિ છે’ જેવા સંદેશ આપવામાં આવ્યા.
વિતરણકર્તા સાંઇનાથ હોસ્પીટલના ડો હેમંત પટેલ જણાવે છે કે “આ કાર્યક્રમ દ્વારા અમે બાળકોને માત્ર પુસ્તકો જ નથી, પરંતુ જીવનના મૂલ્યો પણ આપી રહ્યા છીએ. શિક્ષણ કીટથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવો પ્રયાસ અમારો હતો. આ શિક્ષણ અને સમાજસેવાના કાર્યોને વેગ આપવામાં છાંયડો સંસ્થા, હેલ્પિંગ હેન્ડ, તથા સમાજસેવીઓ સહભાગી બન્યા તેનો મને ગર્વ છે. આગામી મહિને આવો જ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં પણ આયોજિત કરવાની યોજના છે.

