કપરાડા: આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રીત રિવાજ મુજબ પાંચ વર્ષમાં એક વખત ડુંગરોમાં જંગલમાં સાત દિવસ રહીને પૂજા વિધિ કરવામાં આવે છે. ઝરણાના પાણીમા સ્નાન કરીને માવલી માતા તરીકે પૂજાતા પથ્થરોને સિંદૂર લગાવીને ભગતો દ્વારા પૂજાવિધિ કરવામાં આવે છે.
આજે એટલે કે દશેરાના દિવસે પરંપરાગત આદિવાસી રીત રિવાજ મુજબ ડોગર માવલી અને કંસારી દેવીનું પૂજા વિધિ કરવામાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે આદિવાસી લોકો વાજીત્ર તારપા, ઢોલ, નગારા, ધાગળી, કાસોલ જેવા વાજીંત્ર વગાડીને માવલી માતાને રીઝવે છે. આ પૂજામાં આદિવાસી યુવાનો પણ માવલી પર અતૂટ શ્રદ્ધા રાખીને અંગારાઓ પર એટલે કે સળગતા કોલસાઓથી ભક્તિ કરતાં દેખાય છે.
પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ ડોગરા માવલી માતાજીની પૂજામાં કરી અને એવો વિશ્વાસ રાખે છે કે આખા વર્ષ દરમિયાન એમના ધારેલા કામ પૂર્ણ થાય છે. પોતાની જે ખેતી હોય તે પાકમાં બરકત માતાજી આપે છે અને ગામમાં મુશ્કેલી કે રોગચાળો ફાટતો નથી.

