વ્યારા: મહાન સ્વાતંત્ર્ય સેનાની અને અહિંસાના પ્રખર હિમાયતી મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમીતે વ્યારા ખાતે “SC,ST,OBC અધિકાર મંચ તાપી” દ્વારા 2 જીઓક્ટોબરના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સવારે 10:30 કલાક થી 3:00 બપોર સુધીનો રહેશે.
આ કાર્યક્રમમાં ગાંધીજીના જીવન મૂલ્યો અને જે રીતે ગાંધીજીએ દાંડી કૂચ, અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલન જેવા સંઘર્ષોનું નેતૃત્વ કર્યું. હિંસા વગર પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકાય છે, તેનો જીવંત દાખલો તેમણે આપ્યો એનું અનુસરણ આપણે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચાલી રહેલા વિશ્વભરના આંદોલનો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી ને વિશ્વમાં શાંતિ અને સુલેહ સ્થપાઇ એ ધ્યાને લઈને કાર્યક્રમ કરવા આવેલ છે.
SC,ST,OBC અધિકાર મંચ તાપી 2 જી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સાંપ્રત સમયમાં ગાંધી વિચારને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લાના તમામ રહેવાસીઓને સાથ સહકાર અને સમર્થન આપવા માટે આવવાન કરવામાં આવે છે.

