ડાંગ: ડાંગ જિલ્લાની ખાપરી નદી તથા અંબિકા નદીમાં આવેલ પૂર પ્રકોપના કારણે ખાપરી નદી કિનારે વસેલું ચિકતિયા ગામ તથા અંબિકા નદી કિનારે વસેલું બાજ ગામમાં નદી કિનારે વસેલા ઘરોમાં પુરના પાણી ફરી વળતા માલ સામાન તથા ઘરવખરીની ચીજવસ્તુઓને ભારે નુક્સાન થવાના સોશ્યલ મીડિયામાં પ્રકાશિત થયેલ વિડિયો જોઈ ધરમપુર તાલુકાનું rainbow warrior’s dharampur ગ્રુપ તથા ધરમપુર શિક્ષક ગ્રુપ અસરગ્રસ્તોની મદદ માટે રાશન કીટ તથા તાડપત્રી લઈ ચિકતિય તથા બાજ ગામ પહોંચ્યું હતું.

ગામના સરપંચ શ્રી તથા પટેલને સાથે રાખી અસરગ્રસ્તોને રાશન કીટ તથા તાડપત્રી વિતરણ કરી માનવસેવાના નાનકડા કાર્યમાં સહભાગી બન્યા હતા.જન સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતું Rainbow warrior’s dharampur ગ્રુપ તથા ધરમપુર શિક્ષક ગ્રુપ કુદરતી આફતના સમયે માનવસેવા કરવા હંમેશા તત્પર રહે છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં Rainbow warrior’s dharampur ગ્રુપના સભ્યો કેતન ગરાસિયા પ્રમુખ.

આ ઉપરાંત ધરમપુર તાલુકા પ્રા.શિ.સંઘ, શંકરભાઈ પટેલ co.o rainbow warrior’s dharampur, જયેશ ગરાસિયા પ્રમુખ ટીચર સોસાયટી ધરમપુર, રાજેશ પટેલ પ્રચાર મંત્રી, ઈશ્વર માહલા મહામંત્રી ટીચર સોસાયટી ધરમપુર, કમલેશ પટેલ આદિવાસી એકતા પરિષદ, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, હસુ આહીર શિક્ષક, નવીનભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરી નગરિયા, ડૉ. વિરેન્દ્ર ગરાસિયા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક, સંજય ગાંવિત સહમંત્રી, હિનલ પટેલ વાઈમેક્ષ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, અંકિત પટેલ સરવૈયા, મિત્યાંગ પટેલ, જયેશ પવાર, નિર્જલ પટેલ હિરેન પટેલ, જીગુભાઈ, દુલસાડ, મરઘમાલ, કાનજી ફળિયા ધરમપુર, સાવરમાળ તથા કાકડવેરી ગામના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here