ધરમપુર: મોટી ઢોલડુંગરી પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી અંતર્ગત ગરબા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના તમામ બાળકોએ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધો. સૌપ્રથમ માતાજીની આરતી કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તમામ બાળકોએ માતાજીની આરતી ઉતારી હતી.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે આરતી ઉતાર્યા બાદ શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. તમામ બાળકોએ આરતીનો શણગાર, પરંપરાગત પોષાક પહેરવો જેવી સ્પર્ધામાં પણ ભાગ લીધો. તેમજ અવનવા સ્ટેપ્સ સાથે બાળકોએ ગરબા રમીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. આ કાર્યક્રમ દરમ્યાન એસ.એમ.સી. સમિતિના અધ્યક્ષશ્રી સ્મિતાબેન, એસ.એમ.સી. સમિતિના તમામ સભ્યશ્રીઓ, ગ્રામજનો અને crc બેન શ્રીમતી કિંજલબેને પણ શાળાના આ કાર્યક્રમમાં હાજરી આપી બાળકો સાથે ગરબા રમ્યા, બાળકોનો ઉત્સાહ વધાર્યો અને શાળા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.
અંતે બાળકોએ તૈયાર કરેલ આરતી શણગાર, પરંપરાગત પોષાક પહેરવો જેવી સ્પર્ધા અને ગરબા રમી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને માતાજીના જયકાર સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી. આમ સરકારશ્રીના નિયમ પ્રમાણે દર શનિવારને આનંદાયી શનિવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે જે સૌના સહકારથી ખરેખર આનંદદાયી બની રહ્યો.

