વલસાડ: વલસાડ શહેરના તડકેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ પાર્કિંગ પ્લોટમાં ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કર્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ખેલૈયાઓએ પરંપરાગત પોશાકમાં ગરબાની રમઝટ બોલાવી. યુવતીઓએ ચણિયાચોળી અને યુવકોએ કેડીયુ-ધોટીયામાં ગરબે ઘૂમ્યા. નવા સ્ટેપ્સ સાથે ખેલૈયાઓએ સંગીતની સુરાવલી પર આનંદ માણ્યો.ગોકુળ ચેરીટેબલ ટ્રસ્ટે ખેલૈયાઓ માટે શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઊભી કરી છે.
ગરબાની મધુર ધૂનોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વર્ષભર નવરાત્રીની આતુરતાથી રાહ જોવાય છે. તડકેશ્વર મહાદેવ મંદિર પરિસર નવરાત્રી દરમિયાન લોકોત્સવનું કેન્દ્ર બની જાય છે. પ્રથમ દિવસે જ ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગથી મહોત્સવની સફળ શરૂઆત થઈ છે

