વલસાડ: વલસાડ રેલ્વે પોલીસે એક બિનવારસી બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 16 ઓગસ્ટે વલસાડ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલા વેઇટિંગ રૂમ પાસેથી એક મુંઝાયેલી હાલતમાં બાળક મળી આવ્યો હતો.મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન રવજીભાઈએ બાળકની પૂછપરછ કરી.
Decision News ને મળેલી માહિતી મુજબ બાળક ઉત્તરપ્રદેશના જાલોર જિલ્લાના ઉમરાર ખેરા ગામનો હોવાનું જાણવા મળ્યું. ઉત્તરપ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંપર્ક કરતા બાળક ગુમ થયેલો હોવાની પુષ્ટિ થઈ.પોલીસે બાળકને બાળ કલ્યાણ સમિતિ, વલસાડમાં રજૂ કર્યો. ત્યારબાદ તેને નવસારી જિલ્લાના ચીખલી સ્થિત શિશુગૃહમાં રાખવામાં આવ્યો.
19 સપ્ટેમ્બરે બાળકના પિતા મંગલસિંહને વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશને બોલાવી બાળકને સોંપવામાં આવ્યો.આ બાળક અગાઉ પણ ત્રણ વખત ઘરેથી નીકળી ગયો હતો. તેના પિતા તેને બાંદ્રા, ગ્વાલીયર અને કાનપુરથી પાછો લાવ્યા હતા. આ કામગીરી DySP જી.એચ. શ્યામના માર્ગદર્શન હેઠળ “મિશન ક્લીન સ્ટેશન” અંતર્ગત કરવામાં આવી હતી.

