વલસાડ: વલસાડ જિલ્લામાં યોજાયેલી SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંતર્ગતની શાળાકીય અન્ડર-14, 17 અને 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં નાનીવહીયાળની વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લારમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર, વલસાડ દ્વારા તા. 18 સપ્ટેમ્બર 2025ના રોજ વલસાડની ખીમચંદ મુળજી હાઈસ્કૂલ ખાતે આ ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

14 સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ – વિદ્યાર્થીઓની ધમાકેદાર જીત..

શાળાના વિદ્યાર્થીઓએ કઠોર મહેનત, દ્રઢ સંકલ્પ અને સતત પ્રશિક્ષણના બળ પર કુલ 14 એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવીને જિલ્લામા શાળાનો ડંકો વગાડ્યો.

અન્ડર-17 બહેનોમાં..

અશ્વિનીબેન ઉમેશભાઈ સવરા (ધોરણ 9-અ) – 3000 મીટર દોડ અને 1500 મીટર દોડમાં પ્રથમ ક્રમ.

ઉર્વશીબેન જિજ્ઞેશભાઈ પટેલ (ધોરણ 10-અ) – 400 મીટર હડલ્સમાં પ્રથમ ક્રમ.

સ્નેહાબેન જયેશભાઈ પટેલ (ધોરણ 10-બ) – લાંબીકૂદ અને લંગડીફાળકૂદમાં પ્રથમ ક્રમ.

અન્ડર-17 ભાઈઓમાં..

પ્રીતેશકુમાર નિલેશભાઈ જાદવ (ધોરણ 9-ક) – વાંસકૂદમાં પ્રથમ ક્રમ.

ચેતનભાઈ ભરતભાઈ પટેલ (ધોરણ 9-ક) – 100 મીટર હડલ્સમાં પ્રથમ ક્રમ.

ક્રોસ કન્ટ્રી 4 કિ.મી દોડ – શાળાએ પ્રથમ સ્થાન મેળવ્યું.

અન્ડર-19 બહેનોમાં..

સમીક્ષાબેન અનિલભાઈ માહતુ (ધોરણ 12) – લંગડીફાળકૂદમાં પ્રથમ ક્રમ.

જીનલબેન લક્ષીભાઈ ગાયકવાડ (ધોરણ 11) – બરછી ફેંકમાં પ્રથમ ક્રમ.

સ્નેહાબેન સુરેશભાઈ ભાવર (ધોરણ 12) – હથોડા ફેંક અને ચક્રફેંકમાં પ્રથમ ક્રમ.

અન્ડર-19 ભાઈઓમાં..

સાહિલકુમાર નિલેશભાઈ જાદવ (ધોરણ 11) – લંગડીફાળકૂદમાં પ્રથમ ક્રમ.

અંકિતભાઈ શાળીરામ (ધોરણ 10-અ) – 400 મીટર હડલ્સમાં પ્રથમ ક્રમ.

આ રીતે માત્ર એક જ શાળાએ વિવિધ વયગઠના છાત્રો અને છાત્રાઓ દ્વારા 14 ગોલ્ડ મેડલ મેળવીને વલસાડ જિલ્લામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.