વાંસદા : વાંસદા તાલુકાના ધરમપુરી પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ અત્યંત જર્જરિત તેમજ ઓરડાઓની લાદીઓ ઊંચીનીચી થઇ ગઇ છે તેમજ શૌચાલય પણ જુના અને ગંદકી ભર્યા નજરે પડી રહ્યા છે. આટલી દુવિધા હોવા છતાં શાળા સંચાલકો અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો બાળકોને સ્કૂલ ટાઈમમાં ભણાવાને બદલે મજૂરી કામ કરાવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
.Decision News ને મળેલી માહિતી મુજબ શિક્ષક અને આચાર્યના જણાવ્યા પ્રમાણે કચરુ મારવાનો પંપ લઈને દવા છાંટતા બાળકો કૃષિ વિજ્ઞાનની તાલીમ લઈ રહ્યા હોવાનું રટણ રટી રહ્યાં હતા. જોકે દવા છાંટવાના પંપ લઈ ઝેરી દવાનો છંટકાવ કરતા બાળકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તો જવાબદાર કોણ ? તેમજ થોડા સમય પહેલા આજ શાળામાં બાળકો પાસે ઊંચાઈ પર આવેલી પાણીની ટાંકીની સફાઈ કરાવામાં આવી રહી હોયઆવા સંજોગોમાં બાળક નીચે પટકાય કે પાણીની ટાંકીમાં પડી જાય તો જવાબદાર કોણ? એવો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.
સરકાર કરોડોની ગ્રાન્ટ ભણતર ક્ષેત્રે ખર્ચ કરતી હોય છે પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોએ બાળકોને ઇતરપ્રવૃત્તિના નામે મજૂરીની જગ્યાએ સારું શિક્ષણ આપે એવી વાલીઓની માંગ છે.કૃષિ વિજ્ઞાન અંતર્ગત ડેમો માટે બાળકને તાલીમ અપાઇ હતી બાળકોને મજૂરી કરાવી નથી પરંતુ કૃષિ વિજ્ઞાન અંતર્ગત ડેમો માટે બાળકને તાલીમ આપવામાં આવી હતી તેમજ ટાંકીની સાફસફાઈ બાળકો પાસે કરાવી નથી એતો અમે જ જાતે કરાવીએ છીએ. શૌચાલય નવા મંજુર થયા છે અને બની રહ્યાં છે. નવા ઓરડાની પણ દરખાસ્ત મૂકી છે.

            
		








