વાંસદા: વાંસદા તાલુકાના વાઘાબારીની શ્રેયસ વિદ્યાલયના વિધાર્થીઓ ખો-ખોની રમતમાં જિલ્લા કક્ષાએ ઝળક્યા હતા. ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી આયોજિત શાળાકીય સ્પર્ધામાં શ્રેયસ વિદ્યાલય વાઘાબારીની ખો-ખોની ટીમ અંડર-19 અને અંડર-17 (ભાઈઓ) જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી આયોજિત શાળાકીય સ્પર્ધામાં શ્રેયસ વિદ્યાલય વાઘાબારીની ખો-ખોની ટીમના ભાઈઓએ જિલ્લા કક્ષાએ રનર્સ અપ રહી શાળા અને વાંસદા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. ટીમને માર્ગદર્શન કોચ મહેશભાઇ ગાંગુર્ડે દ્વારા આપવામાં આવ્યું હતું.
અંડર-19ના 9 ખેલાડીઓ અને અંડર-17ના આઠ ખેલાડીઓ હવે રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના આચાર્ય જીતેશકુમાર આહીર, મંડળના પ્રમુખ નટુભાઇ પટેલ, મંત્રી મગનભાઇ પટેલ, ટ્રસ્ટીઓ તેમજ શાળા પરિવારે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

            
		








