દમણ: સંઘપ્રદેશ દમણમાં એક વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશના મિરજાપૂરના ફકરીપૂર ખાતે રહેતો રામ આશિષ તેમના મિત્ર સાથે દમણ નોકરી અર્થે આવ્યો હતો.જ્યાં ફિરોઝ ખાન નામક વ્યક્તિ પાસે સાત મહિના સુધી કામ કર્યા બાદ શિવમકુમાર કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરી રહ્યો હતો.
રામ આશિષે એક મહિના સુધી કામ કર્યા બાદ પોતાના નીકળતા પૈસા માટે કોન્ટ્રાક્ટરને કહેતા તેણે 15 ઓગસ્ટેના રોજ પૈસા લેવા બોલાવ્યો હતો.પરંતુ 14 ઓગસ્ટના રોજથી જ કામદાર યુવાન લાપત્તા થઈ જવા પામ્યો હતો. આ અંગે રામ આશિષના સંબંધીઓ યુપીથી દમણ આવી આ મામલે 21 ઓગસ્ટના રોજ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
એક મહિનાથી લાપત્તા થયેલા રામ આશિષ હજી પણ લાપત્તા હોવાથી પરિવારે પોલીસને ઘરના યુવાનને જલ્દીથી શોધી આપવા અરજ કરી છે.જો યુવક કોઈને મળે અથવા દેખાઈ તો પરિવાર દ્વારા કડૈયા પોલીસ સ્ટેશન જાણ કરવા અથવા તો 8009626999 પર સંપર્ક કરવા વિનંતી કરી છે.

