તાપી: વાપી-શામળાજી નેશનલ હાઈવે 56 પર વ્યારા તાલુકાના કાંજણ ગામ નજીક ત્રણ મોટા ખાડા પડવાની ઘટના સામે આવી છે. આ ખાડા લગભગ ત્રણ ફૂટ જેટલા ઊંડા છે, જે વાહનચાલકો માટે મોટું જોખમ બની રહ્યા છે.સવારે 9 વાગ્યાથી આ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા હાઈવે પેટ્રોલિંગની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.

ગળનાળાનો નીચેનો ભાગ ધોવાઈ જવાથી આ ખાડો પડયો છે. એક વેપારીના જણાવ્યા મુજબ, સવારે તેમની સિમેન્ટ ભરેલી ટ્રક ત્યાંથી પસાર થતી વખતે કાંજણ ગામની સીમ નજીક મોટો ખાડો પડયો હતો, જેના કારણે ટ્રકને નુકસાન થતા બચી ગયું હતું.નેશનલ હાઈવેના સુપરવાઈઝરે જણાવ્યું કે તેમને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપરી અધિકારીઓ સાથે વાત કરીને રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવાની ચર્ચા ચાલી રહી છે.

ત્રણ કલાક વીતી ગયા છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી.હાલમાં ભારે વાહનો અને બાઈક ચાલકો જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે વાહનચાલકોની સલામતી જોખમમાં મુકાઈ છે. વાહન વ્યવહાર બંધ કરવા અંગે કલેક્ટર સાથે વાતચીત ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સ્થળ પર કોઈ કાર્યવાહી થઈ નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here