ભરૂચ: વાગરામાં GEB ચોકડી પાસે આજે એક કન્ટેનર ટ્રક બેકાબૂ થવાની ઘટના સામે આવી છે. ‘પિરામિડ’ નામની કંપનીનો વિશાળ કન્ટેનર ટ્રક ટેકનિકલ ખામીના કારણે અચાનક બેકાબૂ થઈ ગયો હતો.
ચોકડી વિસ્તારમાં ટ્રકની ગતિ ધીમી હોવાના કારણે ડ્રાઈવર પરિસ્થિતિ પર કાબૂ મેળવી શક્યો હતો. ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને તરત જ બ્રેક મારી હતી. તેણે ટ્રકને માર્ગની બાજુએ સુરક્ષિત રીતે ઊભું રાખ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી હતી. જો કે, પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ હતી. ડ્રાઈવરની હાજર જવાબીને કારણે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.

