કપરાડા: કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ એ માત્ર ઉજવણી નહીં પરંતુ માનવસેવાનો સંદેશ છે. તેમણે કહ્યું કે આજે દાન કરેલું એક એક બોટલ બ્લડ આવતી કાલે આપણા જ સમાજના દર્દીઓ, માતાઓ કે ઈમરજન્સી પરિસ્થિતિમાં કામ આવશે. વલસાડ જિલ્લામાં 5,000 બોટલ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે, જેમાં કપરાડા વિસ્તારમાં ઓછામાં ઓછા 500 બોટલ એકત્ર કરવાનો નિર્ધાર છે. જીતુભાઈએ સ્પષ્ટ કર્યું કે લોકોમાં બ્લડ ડોનેશન અંગેનો ભ્રમ અને ડર દૂર કરવો જરૂરી છે, કારણ કે ડોનેશન બાદ શરીરમાં નવું બ્લડ બને છે અને આરોગ્ય પર કોઈ પ્રતિકૂલ અસર થતી નથી.

કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનો અને યુવાનોને સંદેશ આપવામાં આવ્યો કે તેઓ પોતાના મિત્ર–સગાઓને સાથે લઈને વધુમાં વધુ સંખ્યામાં બ્લડ ડોનેશનમાં જોડાય.“આજનો કાર્યક્રમ ભાષણોનો નહીં પરંતુ કાર્યનો છે,” એમ કહી ધારાસભ્યએ સૌને પ્રોત્સાહિત કર્યા.આ અવસરે વિવિધ કર્મચારી સંગઠનો, આગેવાનો અને યુવાનોના સહકારથી કેમ્પને સફળ બનાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉમટી પડેલા લોકોમાં દેશસેવા સાથે માનવસેવાનો ઉત્સાહ જોવા મળ્યો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને જિલ્લાભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. તાલુકા વિકાસ અધિકારી અનંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકામાં સવારે 9 થી સાંજે 5 સુધી કેમ્પ યોજાયા. આ વખતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા 1,00,000થી વધુ બોટલ રક્ત ભેગું કરવાનો નિર્ધાર છે.

સ્વૈચ્છિક દાતાઓને સોશિયલ મીડિયા તથા વિવિધ માધ્યમો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. દાતાઓને એજન્સીઓ તરફથી ગિફ્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા. રક્તદાન માનવજીવન માટે અનમોલ સેવા છે, જે ઈમરજન્સી સમયે અનેક જીવો બચાવવામાં સહાયરૂપ બને છે.જિલ્લા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ કપરાડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ, આરોગ્ય કર્મચારી મંડળ, પંચાયત વર્ગ મંડળ મહેસુલ વિભાગ, શાળા સંચાલક મંડળ સહિતના વિવિધ મંડળો-સંઘો સંયુક્ત મોરચા સાથે જોડાયેલા શૈક્ષણીક, સહકારી અને સેવાભાવી સંસ્થાઓ સહભાગી બન્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here