વલસાડ: વલસાડ જિલ્લામાં ડીઝલ ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ડુંગરી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કન્ટેનર ચાલક રોહિત રામ બહાદુર યાદવની ધરપકડ કરી છે.પોલીસને વાઘલધરા પાસે શંકાસ્પદ ટેન્કર વિશે માહિતી મળી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા ટેન્કરમાંથી 350 લીટર ડીઝલ (રૂ. 31,500) અને 180 લીટર DP ઓઇલ (રૂ. 9,000) મળી આવ્યું હતું.

Decision News ને મળેલ માહિતી મુજબ પોલીસે પાંચ મોટા પીપ, કારબા, પાઇપ અને ગળણી સહિત કુલ રૂ. 15,40,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને જોઈ ભાગી ગયેલા ટેન્કર ચાલકને ડુંગરી પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને આરોપીઓને ડુંગરી PI યુ એચ પટેલની ટીમે ઝડપી પાડયો છે.

ઉત્તર પ્રદેશના રહેવાસી રોહિત યાદવ સેલવાસથી આણંદ તરફ ડીઝલ લઈ જતો હતો. તે કુંડી હાઈવે પર એક હોટલના પાર્કિંગમાં ટેન્કર ઊભું રાખી ડીઝલ ચોરી કરતો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.પોલીસે 14 સપ્ટેમ્બરના રોજ ડુંગરી વિસ્તારમાંથી આરોપી રોહિત યાદવને ઝડપી પાડયો છે. પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ડીઝલ ચોરી પહેલા પણ થઈ હોવાની શંકા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here