વલસાડ: વલસાડ જિલ્લામાં ગતરોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જિલ્લાના કુલ 54 પરીક્ષા કેન્દ્રો પર 19,352 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 12,038 ઉમેદવારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી. જ્યારે 7,269 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

સુરત અને નવસારીના તલાટી બનવા ઇચ્છતા ઉમેદવારો માટે વલસાડના 27 અને વાપીના 27 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી. આ સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. આ વખતે એક નવી પહેલ કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યના પરીક્ષા કેન્દ્રોના CCTV કેમેરાનું મોનિટરિંગ ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું. સાથે જ દરેક જિલ્લાની પરીક્ષા સમિતિએ પોતાના વિસ્તારના કેન્દ્રોનું સર્વેલન્સ કર્યું હતું. વલસાડ જિલ્લામાં હાજરીનો દર 62.44 ટકા નોંધાયો હતો.જ્યારે 37.56 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપવાનું ટાળ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here