વલસાડ: વલસાડ જિલ્લાના એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ ઉમરગામમાં મોટી કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ એસ.ડી. ચૌધરીના નેતૃત્વમાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તપાસ અભિયાન શરૂ કર્યું છે.પોલીસે 850 ભાડાની રૂમોની તપાસ કરી છે. આ દરમિયાન NOC અને CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી છે. 188 બી-રોલ ધારકોની તપાસ કરવામાં આવી છે.

60 સ્થળોએ જાહેરનામા ભંગના કેસોની તપાસ થઈ છે.34 MCR કાર્ડ ધારકોની વર્તમાન પ્રવૃત્તિઓની માહિતી મેળવવામાં આવી છે. 31 દંગા-પડાવ અને ભંગાર ગોડાઉનની તપાસ કરવામાં આવી છે. ગોડાઉનમાં સુરક્ષાના સાધનો અને NOCની ચકાસણી કરવામાં આવી છે.વાહન ચેકિંગ દરમિયાન M.V.Act207 હેઠળ જરૂરી દસ્તાવેજો વગરના 30 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.

Decision News ને મળેલ માહિતી મુજબ સંજન બંદર અને અનમોલ નગર વિસ્તારમાં વિશેષ તપાસ કરવામાં આવી છે. સ્થાનિક લોકો સાથે સંવાદ કરી સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી છે.પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. સીટબેલ્ટ અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિઓ અંગે બાતમીદારો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here