વાપી: વાપી શહેરમાં વાપી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓ, સ્મશાન સેવકો અને સ્વચ્છ પરિસર ધરાવતી સોસાયટીઓના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું.નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મનપા કમિશનર યોગેશ ચૌધરીએ 110 સફાઈ કર્મચારીઓ અને સંસ્થાઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કર્યા.
નાણામંત્રીએ જણાવ્યું કે વાપી શહેર સ્વચ્છતામાં દેશભરમાં 20મા અને રાજ્યમાં પાંચમા ક્રમે છે. તેમણે સન્માનિત સોસાયટીઓને અન્ય પાંચ સોસાયટીઓને પ્રેરણા આપવા અપીલ કરી.સ્ટેટ વર્ટિકલ હેડ હેતલ મોદીએ મહેમાનોનું સ્વાગત કર્યું. સ્ટેટ સેટેલાઇટ એડિટર અર્જુન ડાંગરે સફાઈ કર્મચારીઓને ‘અદૃશ્ય યોદ્ધા’ તરીકે બિરદાવ્યા.
કમિશનર યોગેશ ચૌધરીએ માહિતી આપી કે છીરી વિસ્તારમાંથી 2 હજાર ટન કચરો દૂર કરવામાં આવ્યો છે. Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં વાપી નોટિફાઇડના ચેરમેન યોગેશ કાબરિયા, વીઆઇએ પ્રમુખ સતિષ પટેલ અને ભાજપ પ્રમુખ મનિષ દેસાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ હતો કે સ્વચ્છ શહેર માટે સરકાર, મનપા, સમાજ અને સોસાયટીઓએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.

