પારડી: પારડી પાર નદી બાદ અતુલ પાવર હાઉસ પાસે દારૂથી ભરપૂર ભરેલી ટેક્સી પાર્સિંગની ઇન્ડિકા નંબર MH -46-BF-0193 માં અચાનક આગ ભડકી ઉઠી.
Decision News ને મળેલી માહિતી મુજબ ઘટનાની જાણ મળતાં જ પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ઝડપથી સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો.આગ ઓલવાયા બાદ જે દ્રશ્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું.
કારની આગળ-પાછળની સીટો અને ડિક્કીમાં મોટો જથ્થો દારૂ ભરેલો જોવા મળ્યો હતો. સૌથી રસપ્રદ બાબત એ છે કે આગ લાગતાં જ કારમાં સવાર મહિલા અને બે પુરુષો વાહન છોડીને ભાગી ગયા હતા.

