ભરૂચ: ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્રે આજે સવારે કાર્યવાહી હાથ ધરી. શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના મુખ્ય માર્ગ પરથી લાંબા સમયથી રહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા.
જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણીના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી. મામલતદાર માધવી મિસ્ત્રી અને પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પણ હાજર રહ્યા. બૌડા, આરએનબી અને જીએસઆરડીસી અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી હતી.
તંત્રની ટીમે માર્ગની બંને બાજુના ગેરકાયદે દબાણો તોડી પાડ્યા. આડેધડ પાર્ક કરાયેલા વાહનોને પોલીસે ડિટેઈન કર્યા. તંત્રના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા, દબાણો અને અવ્યવસ્થિત પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી કરવા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

