નવસારી: નવસારી શહેરના વિરાવળ વિસ્તારમાં આવેલી સરકારી ગાંધી વિદ્યાલયમાં એક યુવકે આપઘાત કરી લીધો છે. હળપતિ વાસમાં રહેતા પ્રતીક હળપતિ નામના યુવકે શાળાના ટેરેસ કેબિનના એંગલ સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું.
સવારે શાળામાં આવતા વિદ્યાર્થીઓએ મૃતદેહ જોયો હતો. વિદ્યાર્થીઓએ તરત જ શિક્ષકો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના પછી અન્ય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા બંધ કરવામાં આવી હતી. યુવકે આપઘાત કરવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

