વલસાડ: વલસાડ શહેર અને તાલુકા વિસ્તારમાં થયેલા ભારે વરસાદની અસર હેઠળ શહેરના કુલ 125 કિલોમીટર રસ્તાઓમાંથી 25 કિલોમીટર રસ્તાઓ બિસ્માર બની ગયા હતા. વલસાડ નગરપાલિકાએ આ પરિસ્થિતિને પહોંચી વળવા અગાઉથી જ આયોજન કર્યું હતું.

જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન થયેલા વરસાદને કારણે નુકસાન પામેલા 25 કિલોમીટર રસ્તાઓની મરામત માટે પાલિકાએ પોતાના ભંડોળમાંથી 25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ કામગીરી દ્વારા રસ્તાઓને વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવ્યા છે.વલસાડ નગરપાલિકાએ આગામી દિવસો માટે પણ આયોજન કર્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર પાસેથી 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટથી રસ્તાઓના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં, 7 કિલોમીટર રસ્તાઓની મરામત માટે વધારાની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. પાલિકાની ટીમ દ્વારા તમામ મુખ્ય માર્ગોને વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવાની કામગીરી ચાલુ છે. ચોમાસું પૂર્ણ થયા બાદ દિવાળી સુધીમાં બિસ્માર રસ્તાઓની મરામતનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here