અંકલેશ્વર: જુના નેશનલ હાઇવે નંબર 8 ને જોડાતા મહાવીર ટર્નીંગ પર ઓએનજીસી કોલોની- રાજપીપળા ચોકડી રોડ પર ચકકાજામ થઇ ગયો હતો.અંકલેશ્વર શહેરનાખાડા અને રોડ પરનો ટ્રાફિક જામની પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકો અને રાહદારી તોબા પોકારી ચુક્યા છે.
અંકલેશ્વરમાં રોડ પરના ખાડાને લઇ ટ્રાફિક જામ થઇ રહી છે. જૂનો અને નવો નેશનલ હાઇવે સત્તત હળવો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ગતરોજ ભર બપોરે કોઈ કારણોસર અંકલેશ્વર શહેર ઓએનજીસી બ્રિજને જોડતા તેમજ નેશનલ હાઇવે 48 પર રાજપીપળાચોકડી તરફ જતા માર્ગ પર મહાવીર ટર્નીંગ પર વાહનોના પૈડાં થંભી ગયા હતા.
દોઢથી બે કિમિલાંબી વાહનોની કતાર પડી ગઈ હતી. તેની અસર જુના નેશનલ હાઇવે પર જોવા મળી હતી. ગડખોલ ટી બ્રિજ થી પ્રતિન ચોકડી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પરનો વાહન વ્યવહાર અવરોધાયો હતો. હળવો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.બપોરના સમયે ટીઆરબી જવાનો સૂચક ગેરહાજરી જોવા મળી હતી. દોઢ કલાકઅંતે ટ્રાફિક સમસ્યા થોડી હળવી બની હતી.

