નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને મનરેગા યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગે પત્ર સુપરત કર્યો છે.મનરેગા અધિનિયમ-2005 મુજબ કામોમાં શ્રમિક અને મટિરીયલનો 60:40નો રેશિયો જાળવવો ફરજિયાત છે. પરંતુ મટીરીયલ સપ્લાય કરતી એજન્સીઓ આ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આ એજન્સીઓ ખોટા અને બોગસ બિલો રજૂ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહી છે.

ચૈતર વસાવાએ દાહોદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા આદિવાસી બહુલ જિલ્લાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ-આધારિત કર્મચારીઓની મિલીભગતથી આ કૌભાંડ ચાલી રહ્યું છે.

ભ્રષ્ટાચાર અટકાવવા માટે વસાવાએ મનરેગામાં મટીરીયલ સપ્લાય કરતી એજન્સીઓની પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે. તેમણે સીધી ગ્રામ પંચાયતોને જ આ કામગીરીની જવાબદારી સોંપવાની અપીલ કરી છે. આ વ્યવસ્થાથી પારદર્શિતા જળવાશે અને ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે તેવું તેમનું માનવું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here