ડાંગ: ડાંગ જિલ્લાનાં વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં પીંપરી ગામ નજીક પાઈપનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.તાપી જિલ્લાનાં વ્યારા તરફથી પાણી પુરવઠાનાં પાઈપનો જથ્થો ભરી ગતરોજ આહવા તરફ જઈ રહ્યો હતો.

ટ્રક (નં. જીજે-12-બીટી-4470) જે વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં પીંપરી ગામ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર ટ્રક પલ્ટી મારી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટના સ્થળે પાઇપનો જથ્થો માર્ગ પર વેરવિખેર થઈ જતા થોડાક સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

આ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલકને નાની મોટી ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકનાં વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલમાં વઘઇ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here