વાલિયા: પાંચ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોની સંભાળ રાખતી આંગણવાડી બહેનોને મહિને માત્ર 2 હજાર રૂપિયાનું નજીવું વળતર ચૂકવવામાં આવે છે. વેતનમાં વધારો કરવાની માગ સાથે વાલિયા તાલુકાની 70 થી વધુ બહેનોએ ગતરોજ ભરૂચ કલેકટર કચેરી ખાતે નારેબાજી કરી હતી.વાલિયા તાલુકાની આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોએ આજે મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા 2006થી નિયુક્ત કરાયેલી આશા વર્કરો પાંચ વર્ષથી વધુ સમયથી બાળકોના સંભાળથી માંડીનેમાતા તથા બાળકનું રજિસ્ટ્રેશન, ગર્ભવતી બહેનોની તપાસ, રસીકરણ, ટી.બી., મલેરિયા, કૂષ્ઠ, એડ્સ, કેન્સર તથા અન્ય અનેક રોગો સામેની કામગીરી સાથે સાથે કોરોનાકાળમાં ઘર-ઘરે જઈ તપાસ અભિયાનમાં પણ મહત્વની સેવા આપી રહી છે.પરંતુ, આ બહેનોને સરકાર તરફથી માસિક વાઉચર વેતન માત્ર 2000 રૂપિયા જેટલું ચુકવવામાં આવે છે, હાલ મોંઘવારી વધી ગઈ છે જેના કારણે તેમના પરિવારના ગુજરાન માટે પૂરતું નથી. આ કારણે આ બહેનોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આશા વર્કર બહેનોએ આવેદનમાં વધુમાં જણાવ્યું કે, સરકારે ઉદ્યોગ કામદારને 8 કલાકના દૈનિક મિનિમમ વેજિસ લાગુ કર્યું છે. તે દૈનિક વેતન આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોને લાગુ કરવામાં આવેતેમને સરકારી કર્મચારી નિમણુક કરી સરકાર તરફથી આપવામાં આવતા તમામ લાભો આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આમ વિવિધ માગણી ને લઈને વાલિયા તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પઠવ્યું હતું.અમે આશા વર્કર બહેનો દિવસ-રાત ગામડાંમાં સેવા આપીએ છીએ. ગર્ભવતી બહેનોની તપાસથી લઈ બાળકનું રસીકરણ, પરિવાર આયોજન, દવાઓ પહોંચાડવી, ઘેર-ઘેર સેવા આપી છે. સરકાર જો અમને નિયમિત કર્મચારીનો દરજ્જો આપે અને યોગ્ય વેતન આપે તેવી અમારી તમામ બહેનોની માગ છે.

