વલસાડ: વલસાડના આઝાદ ચોક ખાતે ભાજપ મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન યોજ્યું. બિહારમાં ઇન્ડી ગઠબંધનના મંચ પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની માતા વિશે કરેલા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભાજપ મહિલા મોરચાની આગેવાનોએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની માતા અંગે અપમાનજનક શબ્દોથી દેશની માતૃશક્તિની લાગણી દુભાઈ છે. તેમણે કહ્યું કે ગરીબીમાં પુત્રને સંસ્કાર આપી દેશના નેતૃત્વ સુધી પહોંચાડનાર માતા સમગ્ર દેશવાસી બહેનોની પણ માતા સમાન છે.
મહિલા મોરચાએ ઇન્ડી ગઠબંધનના નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસ અને આરજેડી પાસે જાહેર માફીની માંગ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે માતૃ ગૌરવનું હનન કરનારાને સમાજ માફ નહીં કરે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ હાજરી આપી પ્રતિકાર નોંધાવ્યો હતો.

