વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં રવિવારે રાત્રે વર્ષ 2025નું અંતિમ ચંદ્રગ્રહણ નિહાળવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ભેગા થયા હતા.શરૂઆતમાં મોડી રાત્રે વાદળછાયું વાતાવરણ હોવાથી વૈજ્ઞાનિકોમાં ચિંતાનો માહોલ હતો.

ચંદ્રગ્રહણ દરમિયાન જરૂરી અવલોકન અને સંશોધન કાર્ય પર અસર થવાની શક્યતા હતી. પરંતુ થોડા સમય બાદ આકાશ સ્વચ્છ બનતા ખગોળીય ઘટના સ્પષ્ટ રીતે નજરે પડી હતી. વૈજ્ઞાનિકોએ ચંદ્રગ્રહણના વિવિધ તબક્કાઓનું નિરીક્ષણ કરી તેનું વિશ્લેષણ કર્યું હતું.

વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક આ અધભૂત દૃશ્યનો અનુભવ કર્યો હતો. ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે થયેલા આ અવલોકન કાર્યક્રમને સફળતા મળતા, વૈજ્ઞાનિકો દ્વારા આ ખગોળીય ઘટના પર વિસ્તૃત રિસર્ચ કાર્ય હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here