પારડી: પારડી શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા તથા ઈદે મિલાદનો પવિત્ર તહેવાર દરમિયાન સુરક્ષાને ધ્યાને લઇ ડ્રોન કેમેરાથી નજર રખવાનું આયોજન કર્યું છે.ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો રસ્તા પર ઊતરતા હોવાથી શાંતિ અને સુરક્ષા જાળવવા પારડી પીઆઇ ગઢવીની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ સાથે સાથે ડ્રોન મારફતે પણ માર્ગોની નજરદારી કરવામાં આવી રહી છે.

ડ્રોનના પાયલોટ સાથે પોલીસે જુના બસ સ્ટેન્ડથી કિલ્લા સુધી, ત્યાંથી દમણીઝાંપા, તળાવની પાડ અને શાકભાજી માર્કેટ જેવા મુખ્ય વિસ્તારો નજર રખાઇ રહી છે. આવનારા વિસર્જન યાત્રા તથા જુલૂસ આ માર્ગ પરથી પસાર થવાના હોવાથી તમામ મહત્વની ઈમારતો અને ધાબા પર ઊંચાઈએથી ચુસ્ત ચેકિંગ હાથ ધરાયું હતું.દેખરેખ દરમિયાન, તાજ બેકરી બિલ્ડિંગમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી, પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું.

પોલીસે રાહતનો શ્વાસ લીધો. Decision News ને મળેલી માહિતી મુજબ પારડીમાં પહેલીવાર હાથ ધરવામાં આવેલ આ ડ્રોન સર્વેલન્સ પ્રયોગ આગામી ગણેશ વિસર્જન અને ઈદ મિલાદ તહેવારો દરમિયાન શાંતિ અને સુમેળનું વાતાવરણ બનાવવામાં ચોક્કસપણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here