અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટીની નજીક પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદીકાંઠાના 14 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે નદીમાં જળસ્તર વધવાની શક્યતા છે. અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂત અને અન્ય અધિકારીઓની ટીમે સંભવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સ્થાનિક વહીવટી તંત્ર કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here