પારડી: ગતરોજ પારડી તાલુકાના અંબાચ ગામમાં નેવ્યા ફ. ના લોકો ની ફરિયાદ પ્રમાણે અંબાચ ગામમાં આવેલી હોટલ તેમજ ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી દુકાનમાં એક્સપાયરી ડેટ પુરી થઈ ગયેલ હોવા છતાં ખાધ ચીજ વસ્તુનું વેચાણ કરતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ પાટડીના અંબાચ નેવ્યા ફ. ના લોકો ની ફરિયાદ પ્રમાણે અંબાચ ગામે આવેલી હોટલમાં ખાદ્ય પદાર્થનુ વેચાણ કરતા દુકાનની યુવા ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા એક્સપાયરી ડેટ પુરી થઈ ગયેલ ખાધ ચીજ વસ્તુનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં દુકાનો તથા હોટલમાં ખુબ મોટી માત્રામાં એક્સપાયરી ડેટનો માલ મળી આવ્યો હતો જેના અનુસંધાને સંચાલકોને કડક સુચના આપી અને હવે પછી આવો સામાન ન વેચવાની સુચના આપવામાં આવી હતી.

