ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ફઽકે અને સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ભરૂચ, અંકલેશ્વર, પાલેજ અને કરજણ સ્ટેશનોના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. ભરૂચમાં વંદે ભારત અને સૂર્યનગરી ટ્રેનના સ્ટોપેજની શક્યતાઓ ચકાસવામાં આવી. સાંસદે ભરૂચ સ્ટેશન પર ચાલી રહેલા એસ્કલેટર અને પેસેન્જર લિફ્ટના કામને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.ડભોઇ-કરજણ રેલવે લાઇનના બ્રોડ ગેજ રૂપાંતર બાદ પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા અંગે ચર્ચા થઈ.
નર્મદા નદી પર સદી જૂના રેલવે બ્રિજની બાજુમાં નવા બ્રિજના નિર્માણની યોજના પર પણ વિચાર-વિમર્શ થયો. વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ યાત્રિકોની સુવિધા અને સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા. સાંસદે રેલવે વિભાગને લોકહિતમાં કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો હતા.

