ભરૂચ: ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અંકલેશ્વર નજીક ફરી એક વખત ટ્રાફિકજામ થયો હતો. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે ટ્રાફિકજામ થાય છે. આમલાખાડીના સાંકડા બ્રિજની સાથે પાનોલી પાસેનો ફલાયઓવર ખખડધજ બની જવાથી ટ્રાફિકજામ થઇ રહયો છે.

ભરૂચથી વડોદરા વચ્ચે ફલાયઓવર ના કામ ચાલી રહયાં હોવાથી બંને લેનમાં ટ્રાફિકજામ થઇ રહયો છે. નેશનલ હાઇવે પર ક્ષમતા કરતાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે સ્થિતિ બગડી છે.

હાલમાં દહેગામ એકસપ્રેસ હાઇવેને ખુલ્લો મુકાયો હોવાથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ જતાં કારચાલકો આ હાઇવેનો ઉપયોગ કરી ટ્રાફિકજામમાંથી બચી રહયાં છે. આ હાઇવે પર જતાં વાહનચાલકો ભરૂચ શહેરના ટ્રાફિકનો સામનો કરે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here