ડાંગ: ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના પીપલદહાડ ગામમાં સરકારી માધ્યમિક શાળાના મુખ્ય દરવાજા પાસે એક ખુલ્લી ઇલેક્ટ્રિક ડીપી વિદ્યાર્થીઓ અને વાહનચાલકો બંને માટે જોખમી સાબિત થઈ શકે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સુબીર તાલુકાનાં આંતરિયાળ વિસ્તાર એવા પીપલદહાડ ગામે મુખ્ય માર્ગને અડી આવેલ સરકારી માધ્યમિક શાળાનાં મુખ્ય દરવાજા પાસે વીજ કંપનીનાં બેદરકારીને પગલે મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ ખુલ્લી ડીપીથી વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓમાં ભય વ્યાપી ગયો છે.
માધ્યમિક શાળાનાં મુખ્ય દરવાજા પાસે વિદ્યાર્થીઓ આવન જાવન કરતાં હોય હાલ ચોમાસાની ઋતુમાં વીજ કરંટ પ્રવાહીત થતો હોય મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ જણાય રહ્યું છે.આવા સંજોગોમાં વીજ કંપની આળસ ખંખેરી માધ્યમિક શાળાના મુખ્ય ગેટ પાસે ખુલ્લી ડીપીને યોગ્ય રીતે બંધ કરી લોકોને ભયમુક્ત કરાવે તેવી માગ ઉઠી છે.

