વલસાડ: વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હાલર સર્કલથી આઝાદ ચોક સુધીના વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ માર્ગ પર અનેક મહત્વપૂર્ણ હોસ્પિટલો આવેલી છે, જેના કારણે દર્દીઓને સારવાર માટે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. માત્ર શહેરના આંતરિક માર્ગો જ નહીં, પરંતુ હાઈવે પર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. આ સમસ્યાના કારણે લોકોને રોજિંદા કામકાજ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રાફિક વ્યવસ્થાપનની આ સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બનતી જાય છે. Decision News ને મળેલી માહિતી મુજબ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

