વાંસદા: વાંસદાથી સરા જતા રસ્તા વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતા આ વિસ્તારમાં રહેતા ખેડૂતો તથા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં હતા. વહીવટીતંત્રે કાર્યવાહી કરી અને રસ્તા પરના ખાડાઓ પૂર્યા આ રસ્તા પર પડેલા ખાડાઓમાં પુરાવાથી રાબેતા મુજબ કરતા લોકોને રાહત થઇ હતી.
વાંસદા તાલુકાના મોટીભમતીથી લઈ સરાને જોડતા રસ્તા વચ્ચે મોટી ભમતી ગોદાબારી સહિત ગામો નજીકમાં વરસાદને લઈ રોડ પર મસમોટા ખાડા પડી ગયા હતા. તંત્રએ ગોદાબારી ગામ પાસે ઘણી જગ્યાએ રોડ પરથી વરસાદી પાણી વહેતા ધોવાણ થયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ડામરના પેચ મારી ખાડાઓ દૂર કર્યા હતા. આ વિસ્તારના ખેડૂતો સહિત વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.આ અંગે ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે વરસાદ વધુ હોવાથી ખેતરોમાંથી વરસાદી પાણી રોડ પર વહેતું થતા ડામરનું ધોવાણ થયું છે.

