વાપી: વાપીની એક શાળામાંથી વિદ્યાર્થીને માર મારી કારમાં ઉચકી જવાની ચર્ચા જોરશોરમાં ચાલી હતી. જેને લઇ પોલીસ પણ દોડતી થઇ હતી.વાપી ટાંકી ફળિયા સ્થિત વિદ્યા વિકાસ હિન્દી સ્કૂલથી ગતરોજ બપોરે છૂટેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીને સ્વિફ્ટ કારમાં બળજબરીથી બેસાડી જવાની ચર્ચા જોરશોરમાં ચાલી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ કારમાં વિદ્યાર્થીને બેસાડી સ્પીડમાં જતી કારને જોઈ કોઇએ પોલીસમાં કોલ કરી દેતા ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.
પોલીસે સ્કૂલમાં લગાવેલા સીસીટીવીની ચકાસણી સાથે શિક્ષકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ધોરણ-6ના વિદ્યાર્થીનો સંબંધી તેને લેવા માટે આવ્યો હતો.કારને ફુલ સ્પીડમાં ટર્ન લેતા જોઈ અન્ય વિદ્યાર્થીઓને લાગ્યું કે, વિદ્યાર્થીનું અપહરણ થયું છે. જે બાદ પોલીસ તપાસમાં ઘટના ન બની હોવાનું બહાર આવ્યું હતું.

