ખેરગામ: છેલ્લા કેટલાય વર્ષોથી શાંતિનગર સોસાયટીમાં ભાઈચારો અને લાગણીઓ અને સંગઠન જળવાયેલું રહે તે માટે પ્રમુખ અને નિવૃત બીએસએનએલ કર્મચારી વિનોદભાઈ પટેલ અને નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણપતિ પંડાળનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ખુબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે.
સમાજસેવક ડો.નિરવ ભુલાભાઇ પટેલે સોસાયટીના અગ્રણીઓ અને યુવાનોની લાગણીઓને માન આપીને પોતાની સોસાયટીના ગણપતિ પંડાળની મુલાકાત લીધી હતી અને સોસાયટીના સ્વજનો સાથે ખુબ જ લાગણીશીલ પળોનો આનંદ લીધો હતો અને સોસાયટીની એકતા અને ભાઈચારાની ભાવનાના મુકતમને વખાણ કર્યા હતાં.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે વિનોદભાઈ, ચુનીલાલ, રજનીભાઇ, મહેન્દ્રભાઈ, નીતિનભાઈ, વિજયભાઈ, અમિતભાઇ, પીનલભાઈ, વિનયભાઈ, પુરવ, અશ્વિનભાઇ, દેવેન્દ્રભાઈ, હર્ષ, પાર્થ, મયુર, મહેશભાઈ, બાબુભાઇ, વૈભવ, કપિલાબેન, મીરાબેન, નયનાબેન, સંગીતાબેન, નીલમબેન, ભાવિનીબેન, શીતલ, પ્રિયા, ચંદ્રિકાબેન, હેત્વી, જિગીષા, હેત્વી, અવિ, ભાવિક, ક્રિષ વગેરે અબાલવૃદ્ધ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.આયોજકો દ્વારા શનિવારે થનાર વિસર્જનમાં પધારવા દરેક ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

