નવસારી: નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગે રોડ સલામતી અભિયાન અંતર્ગત અભિનવ પહેલ કરી છે. ગણેશ ઉત્સવ દરમિયાન વિભાગે ધાર્મિક કાર્યક્રમ સાથે ટ્રાફિક જાગૃતિનું સંકલન કર્યું છે. ટ્રાફિક વિભાગની કચેરીમાં સ્થાપિત ગણેશ મૂર્તિને કાર સીટ બેલ્ટ પહેરાવી ટ્રાફિક નિયમોનું પાલન કરતી દર્શાવવામાં આવી છે.
Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ કચેરીમાં આયોજિત મહાઆરતીમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને શહેરના અગ્રણીઓએ ભાગ લીધો હતો.મહાઆરતી બાદ વાહન ચાલકોને 100 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે તેમને ટ્રાફિક નિયમોની અમલવારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. DYSP સંજય રાયે જણાવ્યું કે હાઇવે અને શહેરમાં બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. તેમણે વધુમાં કહ્યું કે દરેક વાહન ચાલકે પોતાની સલામતી માટે હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ.

