વલસાડ: વલસાડ શહેરમાં 200થી વધુ મંડળોના ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે મોટી પ્રતિમાઓની સંખ્યા વધુ હોવાથી વહીવટી તંત્રે વિશેષ વ્યવસ્થા કરી છે.ઔરંગા નદીના ઓવારા ખાતે વધારાની હેવી ક્રેન મૂકવામાં આવી છે. વિસર્જન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા બે નવા ઓવારા પણ બનાવવામાં આવ્યા છે.

વિસર્જન યાત્રા દરમિયાન DJ આઇસ ફેક્ટરી સુધી વાહનોને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ ગણેશ ભક્તોએ ચાલીને આગળ વધવાનું રહેશે.સુરક્ષાની દૃષ્ટિએ શહેરના તમામ મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિસર્જન રૂટ પર આવેલી બિલ્ડિંગો પર પોલીસની નજર રહેશે.

Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ ડ્રોન કેમેરા દ્વારા પણ સતત નિરીક્ષણ કરવામાં આવશે.મોટાભાગના ગણેશ મંડળોએ આનંદ ચૌદસના દિવસે ઔરંગા નદીના ઓવારે આસ્થાપૂર્વક વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. વહીવટી તંત્રે કરેલી વિશેષ વ્યવસ્થાઓથી વિસર્જન પ્રક્રિયા સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here