ભરૂચ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, શણકોઈમાં અભ્યાસ કરતી માનસી કમલેશભાઈ વસાવાએ. જન્મથી જ પગમાં ખામી હોવા છતાં, માનસીએ તેની અદમ્ય ભાવના અનેસખત પરિશ્રમથી આ સિદ્ધિ હાંસલ કરી છે.માનસીબેન કમલેશભાઈ વસાવાએ તાજેતરમાં ગ્વાલિયર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
નેત્રંગ તાલુકાના શણકોઈ ગામની વસાવા માનસીએ રાષ્ટ્રીય સ્તરે ઈતિહાસ રચ્યો છે. ગ્વાલિયર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં તેણે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છેજન્મથી પગમાં ખામી ધરાવતી માનસી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. વર્ષ 2022માં ધોરણ 6માં દાખલ થયેલી માનસીની પ્રતિભા સીપીએડ શિક્ષિકા જયાબેને તેનામાં રહેલી પ્રતિભાને ઓળખી હતી. તેમણે માનસીને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરી.
આદિવાસી પરિવારમાંથી આવતી માનસીએ પ્રારંભિક સ્પર્ધાઓમાં સફળતા મેળવી. ત્યારબાદ રાજ્ય કક્ષાએ ગોળાફેંક અને ચક્રફેંકમાં વિજેતા બની.નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં તાલીમ લીધા બાદ તેણે રાષ્ટ્રીય સ્તરે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યાં હતાં. તેની આ સિદ્ધિથી ભરૂચ જિલ્લો અને સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે. જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને વિદ્યાલય પરિવારે તેને અભિનંદન આપ્યા છે. તેની સફળતા રાજ્યની અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.

