ખેરગામ: નારણપોર ગામમાં છેલ્લા 2 વર્ષથી ભારે ભક્તિભાવથી નારણપોરના રાજા ગણપતિનું સ્થાપન થતું હોય છે.એમાં ખુબ મોટી સંખ્યામાં નારણપોર અને આસપાસના ગામોના અનેક ભાવિક ભક્તો દર્શન માટે મુલાકાત લેતા હોય છે.
નારણપોરના ગ્રામજનોની લાગણીશીલ આમંત્રણને માન આપી ડો.નિરવ ભુલાભાઇ પટેલની ટીમના દલપત પટેલ,મુકેશ પટેલ,કાર્તિક પટેલ,ભાવેશ પટેલ,ભાવિન પટેલ, તિલક પટેલ, અક્ષિત, અંકુર, ચિરાગ, કેયુર અને વિજય યાદવ સહિતના યુવાનોએ મુલાકાત લીધી હતી. આ બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકમાન્ય તિલક દ્વારા અંગ્રેજો સામે લડવા ધર્મના માધ્યમથી સંગઠન બનાવી દેશવાસીઓને એક થવાની હાકલ કરવા ગણપતિ મહોત્સવ ઉજવવાની શરૂઆત કરવામાં આવેલ જે આજે એક મહાતહેવાર બની ગયો છે.
નારણપોરના ગ્રામજનો મારફતે જાણવા મળેલ માહિતી મુજબ 22 ફિટના ગણપતિ આખા તાલુકામાં સૌથી વિશાળ કદના છે અને આખા પંથકમાં એક અનોખું આકર્ષણ જમાવ્યું છે અને અહીંયા દરરોજ ખુબ મોટી સંખ્યામાં લોકો મૂર્તિના દર્શન કરવા આવે છે.આશા રાખું છું કે આ ગણપતિ મંડળ સંગઠન,વ્યસનમુક્તિ,સમાજસુધારણા અને દેશભક્તિનું માધ્યમ બનશે. આ સુંદર ગણપતિ મહોત્સવનું આયોજન સ્મિત, દિવ્યેશ, આર્યન, યસ, ધવલ, પ્રિયાંશુ, હિરેન, વિવેક ,નૈતિક, પ્રણવ, નીલુ, રિન્કેશ, જીગર, વિમલ, વિશાલ, ધ્રુવ, ક્રિષ્ના, નેહલ, હિરલ, આયુષ સહિતના યુવાનો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.યુવાનોએ તમામ ધાર્મિક ભાવિક ભક્તોને ચૌદસના દિવસે ગરગડિયા મહાદેવના મંદિર પાસે ઔરંગા નદીના તટે વિસર્જન માટે સાંજે 6 વાગે પધારવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું.

