ડેડિયાપાડા: 2 મહિના અને 3 દિવસના જેલવાસ આખરે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાના ગુજરાત હાઇકોર્ટે વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે મળ્યા છે.
ચૈતર વસાવા છેલ્લા 43 દિવસથી જેલમાં છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરી માં ATVT ની બેઠકમાં ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીની ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થઈ હતી. 5 જુલાઈના રોજ તેમને ધરપકડ કરવામાં આવી હતી. તેઓને જેલમાં બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તેમણે ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન માંગ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ આર.વી.વોરા અને કિશોર જે તડવીએ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટેની મંજૂરી મંગાવાની અરજી કરતા નામદાર કોર્ટે શરતી વચગાળાના ત્રણ દિવસના જામીન મંજુર કર્યા છે. કોર્ટે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે.
આ શરતોનું કરવું પડશે પાલન:
ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે.
તેઓ ગાંધીનગરમાં વિધાનસભામાં લઇ જતી પોલીસ ઘેરાબંધીમાંથી બહાર નહીં ખસે.
ચૈતર વસાવાને પોલીસ એસ્કોર્ટનો ખર્ચ ઉઠાવશે અને તેમને પોલીસ ઘેરાની બહાર ન જવા માટે કહેવામાં આવ્યું છે.
શરતોમાં જામીનનો દુરુપયોગ ન કરવાનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પણ સમાવેશ થાય છે.
આ બાદ તેઓ ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે.

