ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા છ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દામાલનો આજરોજ જીઆઇડીસી ખાતે રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાતા દારૂના જથ્થાનો પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવતો હોય છે, તે અંતર્ગત ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ આ છ પોલીસ મથકોમાં ઝઘડિયા,નેત્રંગ, રાજપારડી, વાલિયા, ઉમલ્લા અને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ 24632/- કિંમત રૂપિયા 46,96,838/- ના દારૂના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

દારૂનો નાશ કરવાની કામગીરી ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા તથા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ અને ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, નેત્રંગ, વાલીયા,ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here