વલસાડ: વલસાડના તિથલ રોડ પર આવેલા પ્રેમ કુટિર એપાર્ટમેન્ટમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. 14 ફેબ્રુઆરીએ બંધ ફ્લેટમાંથી 6 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ કેસમાં પોલીસે પહેલા ચોર સચિન ઉર્ફે સુરેશ ગોપાલ મોરેની ધરપકડ કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે ચોરીના દાગીના મુંબઈના એક જ્વેલર્સને વેચવામાં આવ્યા હતા. વલસાડ સીટી પોલીસે મુંબઈ જઈને જ્વેલર્સના સંચાલક દિપક બીરેન્દ્ર સંતરાની પણ ધરપકડ કરી છે.
ઘટનાની વિગતો મુજબ ફ્લેટના માલિક 14 ફેબ્રુઆરીએ ઘરને તાળું મારીને બહાર ગયા હતા. આ દરમિયાન ચોરે દરવાજાનું નકુચું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે જ્વેલર્સ સંચાલક પાસેથી નિવેદન નોંધી આગળની તપાસ શરૂ કરી છે.











