વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુરખો પહેરીને આવેલા એક અજાણ્યા શખ્સે દિવ્યાંગ વ્યક્તિના ઘરમાં ઘૂસી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ આ શખ્સે દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. પીડિત વ્યક્તિની બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.લોકોને આવતા જોઈ બુરખાધારી શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આરોપીને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે.