ગુજરાત: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ..ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નવસારી લોક્સભા વિસ્તાર પૈકીના ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં આઠમા ભાગના એટલે કે 30 હજારમતદાતાઓ નકલી હોવાની વોટચોરી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે ચોર્યાસી વિધાનસભા માટે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી અધિકૃત રીતે જાહેર થયેલી મતદાર યાદીના કુલ 6.09 મતદારો પૈકી 2.40 લાખ મતદારોની ચકાસણી કરી. આ દરમિયાન આઠમા ભાગના એટલે કે 30 હજારમતદાતાઓ નકલી, ખોટા કે શંકાસ્પદ હોવાનું જણાયું હતું. ચોર્યાસીની પેટર્ન આખાં ગુજરાતમાં લાગુ થઇ હોય તો, આ સરેરાશ અનુસાર જોઈએ તો ગુજરાતના કુલ 5.06 કરોડ મતદાતાઓ ચકાસીએ તો 62.31 લાખ મતદાતાઓ નકલી નીકળે તેવી સ્થિતિ છે.

ચાવડાએ કહ્યું કે, અમારો એક એક કાર્યકર હવે આખાં ગુજરાતના મતદારને મળીને 2027 સુધીમાં યાદીમાં થયેલી ગરબડને ખુલ્લી પાડીશું. વોટચોરી મુદ્દે ગુજરાતમાં કોંગ્રેસ રાજ્યવ્યાપી કાર્યક્રમ આપ્યો છે.